જુનાગઢ ચોરી તથા ગુમ થયેલ મુદામાલ પરત અપાવતી જુનાગઢ એ.ડીવી પોલીસ
જુનાગઢ 19 એપ્રિલ (હિ.સ.). જુનાગઢ એ.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા મોબાઇલ ફોન ખોવાઇ જવાના બનાવો બનતા હોય જે આધારે પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા ઇંચા પોલીસ અધિક્ષક ભગીરથસિહ જાડેજા સાહેબ તથા જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હીત
જુનાગઢ ચોરી તથા ગુમ થયેલ મુદામાલ પરત અપાવતી જુનાગઢ એ.ડીવી પોલીસ


જુનાગઢ 19 એપ્રિલ (હિ.સ.). જુનાગઢ એ.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા મોબાઇલ ફોન ખોવાઇ જવાના બનાવો બનતા હોય જે આધારે પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા ઇંચા પોલીસ અધિક્ષક ભગીરથસિહ જાડેજા સાહેબ તથા જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હીતેષ ધાંધલ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ એ.ડીવી પો.સ્ટેના પો.ઇન્સ આર.કે.પરમાર નાઓની સુચના મુજબ પ્રજામા પોલીસ પ્રત્યેનો અભિગમ બદલાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરે તેમજ પોલીસ લોકહીતમાં કામો કરવા તેમ અવાર-નવાર મૌખીક તેમજ લેખીત સુચના આપેલ હોય જે અનુંસંધાને એ.ડીવી પો.સ્ટે નાં અલગ- અલગ વિસ્તારોમાં ગુમ થયેલ મોબાઇલ ફોનની અરજીઓ મળેલ હોય જે અરજીઓમા જણાવેલ મોબાઇલ ફોન નં-૨૧ જેની કુલ કીમત ૩,૪૧,૯૯૩/- ના જે મોબાઇલ ફોનને ટેકનીલક સોર્સથી તેમજ CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને પરત આપેલ છે.તેમજ હજુ પણ બીજા મોબાઇલો ડીટેકટ કરવાની કામગીરી ચાલુ હોય અને રીકવરી થયે તેમના મુળ માલીકોને પરત કરવામા આવશે અને બાકીના મોબાઇલો ટેકનીલક સોર્સની મદદથી ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.

તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૬૪/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૦૩(૨) ના કામે ફરીની ચોરી થયેલ ફોર વ્હીલ વેગનઆર કાર કિ.રુ ૭૦૦૦૦/-ની આરોપી પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે.

તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૪/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૦૩(૨) ના કામે ફરીની ચોરી થયેલ સ્ટેંડર મો.સા.કિ.રુ 30000/-ની આરોપી પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે.

તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૭૨/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૦૩(૨) ના કામે ફરીની ચોરી થયેલ HF ડીલક્ષ મો.સા.કિ.રુ ૭૮૦૦૦/-ની આરોપી પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે.

તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૭૭/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૦૩(૨) ના કામે ફરીની ચોરી થયેલ સ્ટેંડર મો.સા.કિ.રુ ૧૫૦૦૦/-ની આરોપી પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે.તેમજ આરોપી પાસેથી બી.એન.એસ.એસ.કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ એકટીવા કિ.રૂ- ૫૦૦૦૦/- ની મુળ માલીકને પરત આપેલ છે.

આમ “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ મોબાઇલ ફોન નંગ-૨૧ કીમત રૂપીયા ૩,૪૧,૯૯૩/- તથા ચોરીના ગુન્હાના કામે ગયેલ મો.સા.-૦૪ તથા ફોર વ્હીલ-૦૧ તમામ ની કી.રુ રૂ.૨૪૩૦૦૦/- મળી કુલ ૫,૮૪,૯૯૩/- (પાંચ લાખ ચોર્યાસી હજાર નવસો ત્રાણુ) નો મુદામાલ અરજદાર ઓ તથા ફરીયાદીઓને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ તથા જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવ નાઓના હસ્તે આપવામા આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande