નવી દિલ્હી, અમદાવાદ,19 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત
શાહે શનિવારે નવી દિલ્હીમાં વિશ્વ યકૃત દિવસ નિમિત્તે કહ્યું કે,” આપણા વેદોમાં
કહેવામાં આવ્યું છે કે, ‘આહાર જ ઔષધી છે’ અને આજે આખું વિશ્વ આ થીમ સ્વીકારીને આગળ
વધી રહ્યું છે.”
ગૃહમંત્રી શાહે આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલીયરી
સાયન્સિસ (આઇએલબીએસ) દ્વારા આયોજિત 'સ્વસ્થ લિવર-સ્વસ્થ
ઇન્ડિયા' કાર્યક્રમમાં આ
વાત કહી હતી. આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને
મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત, અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સ્વસ્થ જીવનશૈલી
અપનાવવાના પોતાના અંગત અનુભવને શેર કરતા ગૃહમંત્રીએ નિયમિત કસરત, યોગ્ય ઊંઘ અને
આહારને તેમના સારા સ્વાસ્થ્યનો શ્રેય આપ્યો. તેમણે યુવાનોને સારા ભવિષ્ય માટે
શારીરિક પ્રવૃત્તિ અને આરામને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે,” મે 2020 થી તેમના
જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે.” શાહે કહ્યું કે,” તેમણે શરીરની જરૂરિયાત મુજબ પાણી
પીને, આહાર, કસરત અને ઊંઘ
લઈને તેમના જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આજે પણ તે કોઈ પણ પ્રકારની દવા
કે ઇન્સ્યુલિન લેતા નથી.” તેમણે કહ્યું કે,” બધા દેશવાસીઓ સારો ખોરાક, પૂરતું પાણી, પૂરતી ઊંઘ અને
નિયમિત કસરત લે, બાકી મોદી સરકાર
તમારા સ્વાસ્થ્યની જવાબદારી લેશે.
ગૃહમંત્રીએ દેશના કોર્પોરેટ જગતને તેમની
કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પહેલમાં સ્વસ્થ યકૃતના પ્રોત્સાહનને મહત્વ આપવા અને સ્વસ્થ
યકૃત માટે કામ કરતી સંસ્થાઓને ટેકો આપવા વિનંતી કરી.” શાહે કહ્યું કે,” વિશ્વ યકૃત
દિવસ નિમિત્તે, દેશના લોકોએ
તેમના યકૃત પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, પ્રયાસો કરવા જોઈએ અને સંપૂર્ણ માહિતી સાથે તેમના યકૃતને
સ્વસ્થ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ.” આજે આઇએલબીએસ દ્વારા એચઈએએલઇડી યોજના શરૂ
કરવામાં આવી છે. આ નવીન પહેલ દેશમાં લીવરને સ્વસ્થ રાખવા અંગે જાગૃતિ ફેલાવવામાં
સફળ થશે. નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન દરેક વ્યક્તિએ વિટામિન ઇની તપાસ પણ કરાવવી
જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ