પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) પાટણ એલસીબી પોલીસે હારીજ તાલુકાના રોડા ગામના આસપાસથી IPL T20 મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા કૌશલ દરજી નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીને આસાલડી રોડ પાસે આશ્રમ શાળાની નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ પોતાના મોબાઈલમાં IPLની મેચો પર સટ્ટો રમવા માટે રૂ. 44,000નું બેલેન્સ જમા કરાવ્યું હતું. પરંતુ સતત હારનાં કારણે તેનું સમગ્ર બેલેન્સ ખતમ થઈ ગયું હતું.
પોલીસે આરોપી પાસેથી રૂ. 35,000 કિંમતનો મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર