સાબરકાંઠાઃપેઢમાલા હાઈસ્કુલ ખાતે મહેન્દ્રસિંહ રહેવરનો વયનિવૃત્તિ અને સન્માન સમારોહ યોજાયો
હિંમતનગર, 19 એપ્રિલ (હિ.સ.). હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે શ્રી પેઢમાલા હાઈસ્કૂલ ખાતે મહેન્દ્રસિંહ જગતસિંહ રહેવરનો વય નિવૃત અને સન્માન સમારોહનું આયોજન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદ શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં ક
સન્માન સમારોહ યોજાયો


હિંમતનગર, 19 એપ્રિલ (હિ.સ.). હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે શ્રી પેઢમાલા હાઈસ્કૂલ ખાતે મહેન્દ્રસિંહ જગતસિંહ રહેવરનો વય નિવૃત અને સન્માન સમારોહનું આયોજન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદ શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,હિંમતનગર તાલુકાના મંડલ પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, તાલુકા મહામંત્રી ભગીરથસિંહ ઝાલા , ઉ પ્રમુખ તા.ભાજપા શૈલેષસિંહ ડાભી , દિલીપસિંહ રહેવર, ઓધરભાઇ દેસાઈ , લક્ષ્મીબા ઝાલા , અનિલસિંહ ચૌહાણ ( મૂછની પાળ ), રાજેન્દ્રસિંહ પઢિયાર, પોપટસિંહ , જગત સિંહ પરમાર , દિનેશભાઈ પ્રણામી, સુરેશભાઈ , મુકેશભાઈ ભટ્ટ , જુગલભાઈ ભટ્ટ , ઈશ્વર સિંહ પરમાર , વિક્રમ સિંહ સિસોદીયા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, જતીનભાઈ સુથાર , નિર્મલસિંહ ઝાલા , જસવંતસિંહ રહેવર, જયેશભાઈ જોશી ( પૂર્વ આચાર્ય રૂપાલ ), આર. એન. બલેવિયા, વી. સી.વાઘેલા તેમજ રૂપાલ સ્ટાફ , અનિરુદ્ધ ભાઈ પટેલ તેમજ ગ્રામજનો, સામજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

સદર કાર્યક્રમમાં માનવ મેદની ઉમટી પડી અને વય નિવૃત શિક્ષકશ્રીને શુભકામનાઓ પાઠવી હતી.શાળાના આચાર્ય ભવરસિંહ ચૌહાણ દ્વારા આજુ બાજુના ગામો મળી , પેઢમાલા, અદાપુર, નાદરી , ચારણવટા જેવા ગામના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમામ વ્યવસ્થાઓથી સફર હોલ બનાવવા માટેની દરખાસ્ત મૂકી અને જેમાં MP અને MLA ગ્રાન્ટ આપવાની બાહેધરી આપી હતી.કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande