અરવલ્લીઃ બાયડ નગરપાલિકાની કચરાની ડમ્પિંગ સાઈટમાં લાગી આગ
•ધુમાડાના ગોટેગોટા ફેલાતાં હાઈવે પર ટ્રાફિક અટવાયો બાયડ, 19 એપ્રિલ (હિ.સ.). બાયડ નગરપાલિકાની કચરાની ડમ્પીંગ સાઈડમાં એકાએક આગ ફાટી નીકળતાં બાયડ કપડવંજ હાઇવે પર વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતાં હાઇવે ઉપર વીજીબીલીટીમાં ઘટાડો નોંધાયો હતો. વધુ
અરવલ્લીઃ બાયડ નગરપાલિકાની કચરાની ડમ્પિંગ સાઈટમાં લાગી આગ


•ધુમાડાના ગોટેગોટા ફેલાતાં હાઈવે પર ટ્રાફિક અટવાયો

બાયડ, 19 એપ્રિલ (હિ.સ.). બાયડ નગરપાલિકાની કચરાની ડમ્પીંગ સાઈડમાં એકાએક આગ ફાટી નીકળતાં બાયડ કપડવંજ હાઇવે પર વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતાં હાઇવે ઉપર વીજીબીલીટીમાં ઘટાડો નોંધાયો હતો. વધુ પડતા ધુમાડાના કારણે ગુંગળામણ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. બાયડ કપડવંજ હાઇવે પર વિઝિબિલિટી ઘટતાં હાઇવે પર અડધો કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યું હતું.

ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande