આરપીપી પ્રદર્શન પહેલા રાજાશાહી તરફી નેતાઓની, ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ સાથે રાત્રિભોજન બેઠક
કાઠમંડુ, અમદાવાદ, 20 એપ્રિલ (હિ.સ.) રવિવારે રાજાશાહીની તરફેણમાં પ્રદર્શન પહેલા, ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે શનિવારે તેમના નજીકના નેતાઓ સાથે રાત્રિભોજન બેઠક યોજી હતી. પ્રતિબંધિત વિસ્તાર તોડવાની જાહેરાતના એક દિવસ પહેલા જ પ
નેપાળ


કાઠમંડુ, અમદાવાદ, 20 એપ્રિલ (હિ.સ.) રવિવારે રાજાશાહીની તરફેણમાં પ્રદર્શન

પહેલા, ભૂતપૂર્વ રાજા

જ્ઞાનેન્દ્ર શાહે શનિવારે તેમના નજીકના નેતાઓ સાથે રાત્રિભોજન બેઠક યોજી હતી.

પ્રતિબંધિત વિસ્તાર તોડવાની જાહેરાતના એક દિવસ પહેલા જ પૂર્વ રાજા સાથે, આ નેતાઓની

મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

શનિવારે મોડી સાંજે કાઠમંડુમાં ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર

શાહના, નિર્મલ નિવાસસ્થાને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) ના સાત ટોચના

નેતાઓ સાથે રાત્રિભોજન બેઠક યોજાઈ હતી. પૂર્વ રાજાના નિવાસસ્થાને રાત્રિભોજન માટે

મળેલા નેતાઓમાં આરપીપી પ્રમુખ રાજેન્દ્ર લિંગદેન, પશુપતિ શમશેર રાણા, પ્રકાશચંદ લોહની, વિક્રમ પાંડે, ધ્રુવ બહાદુર

પ્રધાન, બુદ્ધિમાન તમાંગ

અને જ્ઞાનેન્દ્ર શાહી સામેલ હતા.

આ બેઠક પછી, આરપીપી સાંસદ જ્ઞાનેન્દ્ર શાહીએ સ્વીકાર્યું કે,” નિર્મલ

નિવાસમાં પૂર્વ રાજા સાથે મુલાકાત થઈ હતી.” તેમણે કહ્યું કે,” રાજાશાહીની

પુનઃસ્થાપના માટે રવિવારથી ફરી શરૂ થનારા વિરોધ પ્રદર્શન અંગે, ચર્ચા થઈ હતી. આ

ઉપરાંત, રાજાશાહી તરફી

સંગઠનો અને રાજકીય પક્ષો વચ્ચેના, કેટલાક મુદ્દાઓ પર મતભેદોની પણ ચર્ચા કરવામાં

આવી હતી.”

પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ સાથે આરપીપી નેતાઓની આ

રાત્રિભોજન બેઠક એવા સમયે થઈ હતી, જ્યારે પાર્ટીની કેન્દ્રીય સમિતિની બેઠકમાં

પાર્ટીને તેના પોતાના પક્ષ સિવાય અન્ય કોઈપણ રાજાશાહી સમર્થિત સંગઠન અથવા

ઝુંબેશમાં જોડાવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શુક્રવારે, આરપીપીએ તેના તમામ

પક્ષના અધિકારીઓને રાજાશાહી સમર્થિત કોઈપણ અન્ય યુનિયન સંગઠન અથવા ઝુંબેશમાં

જોડાવા પર પ્રતિબંધ મૂક્યો.”

એવું માનવામાં આવે છે કે, પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ આરપીપી

પાર્ટીના કેટલાક નેતાઓને, સંઘર્ષની અલગ જવાબદારી આપવાથી પેદા થયેલા નારાજગી પર

ચર્ચા કરવા માટે આ રાત્રિભોજન બેઠક બોલાવી હતી. એક તરફ, આરપીપીએ રવિવારે

કાઠમંડુમાં પ્રતિબંધિત વિસ્તાર તોડીને વિરોધ પ્રદર્શન કરવાની, જાહેરાત કરી છે, તો બીજી તરફ, સરકારે આરપીપીને આમ ન કરવા

ચેતવણી આપી છે.”

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સીપી સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande