માર્ચ ક્વાર્ટરમાં, નેસ્લે ઇન્ડિયાનો નફો 6.5 ટકા ઘટીને રૂ. 873.46 કરોડ થયો
નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) નેસ્લે ઈન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 6.5 ટકા ઘટીને રૂ. 873.46 કરોડ થયો. પાછલા નાણાકીય
નેસ્લે


નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) નેસ્લે ઈન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 ના

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા

ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 6.5 ટકા ઘટીને રૂ. 873.46 કરોડ થયો. પાછલા નાણાકીય

વર્ષ 2023-24 ના

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 934.17 કરોડ રૂપિયા હતો. નેસ્લે ઇન્ડિયાએ તેના

શેરધારકોને પ્રતિ શેર 10 રૂપિયાના

ડિવિડન્ડની જાહેરાત કરી છે.

સ્વિસ બહુરાષ્ટ્રીય કંપની નેસ્લે ઈન્ડિયાએ ગુરુવારે

શેરબજારને, એક નિયમનકારી ફાઇલિંગમાં માહિતી આપી હતી કે,” જાન્યુઆરી-માર્ચ

ક્વાર્ટરમાં ઉત્પાદનોના વેચાણમાંથી કંપનીની આવક 3.67 ટકા વધીને રૂ. 5,447.64 કરોડ થઈ છે. પાછલા નાણાકીય વર્ષના સમાન

ક્વાર્ટરમાં તે 5,254.43 કરોડ રૂપિયા

હતું. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ રૂ. 4,૩૦7.76 કરોડ હતો. નાણાકીય વર્ષ 2024-25 ના માર્ચ

ક્વાર્ટરમાં નેસ્લે ઇન્ડિયાનું સ્થાનિક વેચાણ 4.24 ટકા વધીને રૂ. 5,234.98 કરોડ થયું, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,021.61 કરોડ હતું.”

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણને

જણાવ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ

ક્વાર્ટરમાં પીણાં અને કન્ફેક્શનરીમાં બે આંકડાની વૃદ્ધિ નોંધાઈ છે. અમારું

સ્થાનિક વેચાણ રૂ. 5,235 કરોડના આંકને

વટાવી ગયું છે, જે કોઈપણ

ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande