નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) હાઉસિંગ લોન કંપની એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ
લિમિટેડે શુક્રવારે તેના હોમ લોન રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ
ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા પોલિસી
રેટ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ એલઆઈસીહાઉસિંગ ફાઇનાન્સે આ પગલું ભર્યું છે. નવા દર 28 એપ્રિલથી અમલમાં
આવશે.
દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક, એલઆઈસી હાઉસિંગ
ફાઇનાન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” આ ફેરફાર નવી ફિક્સ્ડ 10 સ્કીમ સહિત
વિવિધ હોમ લોન યોજનાઓ પર લાગુ થશે. એલઆઈસી હાઉસિંગ પ્રાઇમ લેન્ડિંગ રેટ (એલએચપીએલઆર) માં આ ઘટાડો
હાલના અને નવા બંને દેવાદારોને લાભ કરશે.કારણ કે,તે હોમ લોનને વધુ સસ્તું બનાવશે.
કંપનીના જણાવ્યા અનુસાર, સુધારેલા વ્યાજ
દર હવે 8 ટકાથી શરૂ થશે, જે 28 એપ્રિલથી અમલમાં
આવશે.”
એલએચપીએલઆર તમામ પ્રકારની લોન પર વ્યાજ દર નક્કી કરવા માટે,
બેન્ચમાર્ક રેટ તરીકે કામ કરે છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (એલઆઈસીએચએફએલ) ભારતની સૌથી મોટી
હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે, જે એલઆઈસીની પેટાકંપની છે. આ કંપની મુખ્યત્વે એવા લોકોને
હાઉસિંગ લોન પૂરી પાડે છે. જેઓ રહેણાંક મકાન એટલે કે ફ્લેટ ખરીદવા અથવા બનાવવા માટે
ફાઇનાન્સ કરવા માંગે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ