પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) ભારત સરકારના માઇક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝીસ (MSME) મંત્રાલય, ગુજરાત રાજ્યના ઈન્ડસ્ટ્રિઝ અને ખનિજ વિભાગ તથા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) દ્વારા “ગુજરાત ગુણવત્તા યાત્રા” અંતર્ગત પોરબંદરમાં જાગૃતિ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ ગુણવત્તા યાત્રા ગુજરાત રાજ્યમાં ગુણવત્તા પરિપ્રેક્ષ્યે સામાન્ય જનતા અને ઉદ્યોગ જગતમાં જાગૃતિ ફેલાવવાનો મહત્વાકાંક્ષી ઉપક્રમ છે, જેનો દૃષ્ટિકોણ વડાપ્રધાનનરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ધારિત થયો છે.આ કાર્યશાળામાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન, સેવા તથા વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગે વિશેષજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. સ્થાનિક ઉદ્યોગસાહસિકો, વ્યવસાયિકો, સરકારી અધિકારીઓ અને યુવાનોએ વિશાળ સંખ્યાંમાં ઉપસ્થિત રહી, સમગ્ર કાર્યક્રમને અર્થપૂર્ણ બનાવ્યો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ “ગુણવત્તાયુક્ત ભવિષ્ય” તરફ દૃઢપગલાં ભરવા માટે ઉદ્યોગજગત તથા સેવાપ્રદાતાઓને પ્રેરણા આપવી તથા દેશના કુલ ગુણવત્તા સ્તરમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya