સુરત , 26 એપ્રિલ (હિ.સ.)-પિસાણા તાલુકાના મેકપોર ગામ ખાતે આજે તા. 25/04/2025 ના રોજ “દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ (સૂચિત)”ના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા યુનિવિફોર્મ સિવિલ કોડ અને વકફ એમેન્ડમેન્ટ એક્ટ 2025ના વિરોધમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સુરત, નવસારી, વિસદ, તાપી અને ભરૂચ જિલ્લામાંથી પિસાણા, બારડોલી, માંગરોળ, ઓલપાડ, વૈયાવાડી, જલાલપોર, ગણદેવી, વ્યારા, સોનગઢ, કામરેજ, મહુવા અને માંડવી જેવા વિસ્તારોના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને કાનૂની ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કુલ મળીને અંદાજિત 500 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
મુખ્ય વક્તાઓમાં અસલમભાઈ સાયકિવાલા, સાકિબભાઈ મેક, અનવરભાઈ એ. શેખ, મુફ્તી ઈબ્રાહીમ ગજીયા, કારી જુબેર મુનશી, રશીદભાઈ મેક, કારી ઈલમાઈદ સરકાર અને ઈલમાઈદભાઈ આબોવત સહિત અનેક અગ્રણીઓએ આ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો.
બેઠકની શરૂઆતમાં હમણાં જ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર 28 નિર્દોષ લોકો માટે મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઉપસ્થિત તમામએ “આતંકવાદ મુર્દાબાદ”ના સૂત્રોચ્ચાર સાથે આતંકવાદની ઘોર નિંદા કરી અને સરકારને આવી હિંસક ઘટનાઓના જવાબદાર આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી.
આ બેઠકમાં લોકશાહી રીતેઆવો વિરોધ નોંધાવી કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવવામાં આવી હતી તથા ભવિષ્યમાં સામાજિક સંકલન અને કાયદેસર હક્ક માટે એકતાથી આગે વધવાનો સંકલ્પ લેવાયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે