મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આંતકવાદ વિરોધી કાર્યક્રમ યોજાયો. જિલ્લા ની વિવિધ સંસ્થાઓ ના સ્કાઉટ ગાઈડ બાળકો, સ્કાઉટ ગાઈડ ના હોદેદાર શ્રી ઓ, શિક્ષકશ્રીઓ, આચાર્ય શ્રી ઓ, વાલીશ્રીઓ એમ મળી કુલ એક હજારની સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.પહેલગામ માં મૃત્યુ પામેલ ભાઈઓ બહેનોને મૌન પાડી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આંતકવાદ હટાવો .... દેશ બચાવો સ્કાઉટ -ગાઈડ કરે પુકાર..... આંતકવાદ કા હો સંહાર વડા પ્રધાન શ્રી મોદી સાહેબ અમે તમારી સાથે છીએ.... આંતકવાદ થી દેશ ને મુક્ત કરો ખતમ કરો ખતમ કરો.... આંતકવાદ ખતમ કરો જેવા સૂત્રોચ્ચાર બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન જિલ્લા સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રેન્જર્સ કમિશનર સોનલ ડામોર,ગાઈડ ટ્રેનિગ કમિશનર વૈશાલી પટેલ,સ્કાઊટ ટ્રેનિંગ કમિશનર વિષ્ણુ સોલંકી અને બાળકો એ સરકારને આતંકવાદ દૂર કરવા અપિલ કરી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ