મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં અદ્યતન સુવિધાસભર જિલ્લા પંચાયત ભવનના ટોચ પરની છત પર લગાવેલ ફાઇબર શેડ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં હોવા છતાં અધિકારીઓ ને આ શેડ કેમ દેખાતો નથી જેવા અનેક સવાલો ઉઠ્યા છે.બે માસ પૂર્વે ગુજરાતની ખાનગી લીડ ન્યૂઝ ચેનલમાં આ શેડનો અહેવાલ પ્રસિધ્ધ કરી તંત્ર સામે સવાલો ઉઠાવી ભ્રષ્ટ અધિકારીઓ ને નિદ્રા માંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધૂતરાષ્ટી બાબુઓ ને આ શેડ કેમ દેખાતી નથી.હજુ પણ જવાબદાર અધિકારીઓ કુંભકર્ણ ની નિદ્રામાં હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે.અરવલ્લી જિલ્લા પંચાયત માં ફરજ બજાવતા અધિકારીઓ,પદાધિકારીઓ,કર્મચારીઓ,અરજદારો રોજ અવરજવર રહેતી હોય છે.શુ અકસ્માત સર્જાશે પછી આંખો ખુલશે ? અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ તૂટેલા શેડ નું સમારકામ કરાવે કાં,તો આ શેડ ને ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.કારણકે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા દોડવું એ નીતિ રહી છે એટલે સવાલો ઉઠ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ