પોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો પ્રારંભ.
પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજયકક્ષા જુડો અં-14, 17, ઓપન એઇજ ભાઈઓ-બહેનોની સ્પર્ધાનો ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી
પોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો પ્રારંભ.


પોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો પ્રારંભ.


પોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો પ્રારંભ.


પોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો પ્રારંભ.


પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજયકક્ષા જુડો અં-14, 17, ઓપન એઇજ ભાઈઓ-બહેનોની સ્પર્ધાનો ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. કે, પોરબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલ,હોસ્ટેલ અને એર કન્ડિશન ડોમ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવશે અને જિલ્લામાં રમત ગમત ક્ષેત્રની તમામ સગવડતાઓ ઊભી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને વધુમાં તેમણે રમત ગમત વિષય પર પ્રેરક પ્રવચન આપીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

જિલ્લા રમત ગમત અધિકારી પોરબંદર ડૉ.પ્રવિણાબેન પાંડાવદરાએ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું. કે,રાજયકક્ષા જુડો અં-14 અને અં-17 ઓપન એઇજ ભાઈઓ-બહેનોની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વિવિધ કેટેગરીમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે વિજેતા અને સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધાના ખેલાડીઓ સહભાગી બનશે.અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં એકથી ત્રણ નંબર પર વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબતભાઈ હાથલીયા,જિલ્લા રમત વિકાસ અધિકારી નિકુંજભાઈ ગામીત,સહિતના અધિકારી- કર્મચારીઓ અને જુડો સ્પર્ધા સાથે જોડાયેલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande