અનોર ગામે મહિલા સરપંચનાં પતિની આગેવાનીમા માટી ખનનનું ભૂત ફરી એકવાર વરસાદી કાસમા ધુણ્યું
-ગામના તલાટીએ જ લાગતા વળગતા તંત્રને લેખિતમા જાણ કરી -ભરૂચ જિલ્લાનાં ભૂમાફિયાઓ એક્ટિવ તંત્ર ઘોર નિંદ્રામાં કોઈ કાર્યવાહી નહી ભરૂચ 25 એપ્રિલ (હિ.સ.) આમોદ તાલુકાનાં અનોર ગામનાં તલાટીની લેખિત ફરિયાદ મુજબ ઘમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અન
અનોર ગામે મહિલા સરપંચનાં પતિની આગેવાનીમા માટી ખનનનું ભૂત ફરી એકવાર વરસાદી કાસમા ધુણ્યું


-ગામના તલાટીએ જ લાગતા વળગતા તંત્રને લેખિતમા જાણ કરી

-ભરૂચ જિલ્લાનાં ભૂમાફિયાઓ એક્ટિવ તંત્ર ઘોર નિંદ્રામાં કોઈ કાર્યવાહી નહી

ભરૂચ 25 એપ્રિલ (હિ.સ.) આમોદ તાલુકાનાં અનોર ગામનાં તલાટીની લેખિત ફરિયાદ મુજબ ઘમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાસ ખોદવાની પરવાનગી ભુસ્તર શાસ્ત્રીની કચેરી,ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભરૂચ ખાતેથી આપવામાં આવી હતી.આ પરવાનગી અંતર્ગત ત્રણ મીટરની ઉંડાઇની કાસ ખોદવાનો ઉલ્લેખ હતો તે અનોર ગામના તલાટી કમ મંત્રી સ્થળ તપાસણી કરતા ત્રણ મીટરથી વધુ અંદાજિત 15 મીટરનું ખોદકામ ધ્યાને આવેલ હતુ અને કોન્ટ્રાકટર સમગ્ર બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હતો. સમગ્ર બાબતે પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવેલ હતું.તદઉપરાંત 40 દિવસમાં કાશ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે છતાં 40 દિવસ ઉપરાંત દિવસો વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલ નથી આવી ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના જ તલાટી કમ મંત્રી દ્વારા લેખિતમા ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ, ભુસ્તર શાસ્ત્રી કચેરી,ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામા આવી હતી.

સમગ્ર બાબતે ખોદકામ થયેલ સ્થળ પર સમાચાર સદર્ભે વિડિઓ ગ્રાફી કરતા ગામના જાગૃત નાગરિક અને પત્રકારોને ખોદકામ પરવાનગી મુજબ ચાલે છેનું રટણ કરી ખોટા આક્ષેપ કરી અને અહીંથી જતા રહો અને ધમકાવતો રાજકીય વગ ધરાવતો મહિલા સરપંચ નિર્મલાબેન સોલંકીનો પતિ પંકજ સોલંકીની શાન ઠેકાણે લાવવા તંત્ર ક્યારે જાગશે કે કાસની માટીથી તંત્રના અધિકારીઓએ પણ ગજવા ભર્યા છે કે શું એ ગામના તલાટી કમ મંત્રીની લેખિત ફરિયાદ આપ્યાને પણ ઘણા દિવસો વીત્યા છતાં કોઈ અધિકારી સ્થળ તપાસણી માટે આવ્યા નથી.ગામના સરપંચના પતી પરવાનગી મુજબ કામ કરે છે કે પછી તલાટી કમ મંત્રી લેખિત ફરિયાદ સાચી કે ખોટીએ આમોદ પંથકમાં લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande