મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા “ખિલખિલાટ રસીકરણ” અભિયાન હેઠળ તા. 24 એપ્રિલ 2025ના રોજ નાના બાળકોને જીવલેણ રોગો સામે રસીનું કવચ પૂરું પાડવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાનું દરેક બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.
આ અભિયાન અંતર્ગત ‘ખિલખિલાટ વાહન’ મારફતે ઘરે-ઘરે પહોંચીને ઓરી સહિતની આવશ્યક રસીઓથી વંચિત રહી ગયેલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું. આ પહેલથી બાળકોને રોગો સામે રક્ષણ મળ્યું અને સમુદાયના સ્વાસ્થ્યમાં સુધારો થયો.
આ અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ, સ્થાનિક વહીવટ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વ્યાપક આયોજન અને અમલીકરણ કરવામાં આવ્યું. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, “આ અભિયાન દ્વારા અમે દરેક બાળક સુધી પહોંચવા અને તેમને સ્વસ્થ ભવિષ્ય આપવા પ્રતિબદ્ધ છીએ.”જિલ્લા વહીવટ અને આરોગ્ય વિભાગ દ્વારા આવા અભિયાનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી કોઈપણ બાળક રસીકરણના લાભથી વંચિત
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ