પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) ગત 11 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યાના દુઃખદ સમાચાર મળતા જ દેશભરમાં દુઃખનો માહોલ છવાયો છે અને સમગ્ર ગુજરાત રાજ્ય સાથે પોરબંદર જિલ્લાએ પણ આ દુઃખમાં સહભાગીતા વ્યક્ત કરી છે.પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે શોકસભામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક કલેકટર જે.બી. વદર સહિતનાં અધિકારી -કર્મચારીઓએ પહેલગાંવ ખાતે આતંકી હુમલામાં જીવ ગુમાવનાર સદગતો માટે બે મિનિટનું મૌન પાળીને શોક વ્યક્ત કર્યો હતો. અને દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે સદગતો શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya