સુરતમાં 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા
સુરત , 26 એપ્રિલ (હિ.સ.)-સુરત શહેરમાં 25 એપ્રિલની રાત્રે પોલીસે વિશાળ કામગીરી હાથ ધરી હતી, જેમાં 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો, જેમાં પુરુષો અને મહિલાઓ સામેલ છે, તેમની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ અને
Surat


સુરત , 26 એપ્રિલ (હિ.સ.)-સુરત શહેરમાં 25 એપ્રિલની રાત્રે પોલીસે વિશાળ કામગીરી હાથ ધરી હતી, જેમાં 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો, જેમાં પુરુષો અને મહિલાઓ સામેલ છે, તેમની અટકાયત કરવામાં આવી છે.

આ કાર્યવાહી શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ અને સલાબતપુરા જેવા વિસ્તારોમાં ચાલતી રહી. પોલીસની છથી વધુ ટીમો જોડાઈ આ ઓપરેશન અમલમાં મૂકાયું હતું.

હાલમાં તમામ અટકાયેલા લોકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કેટલાક લોકોએ ભારતના આધાર કાર્ડ જેવી ઓળખ પત્રો પણ બનાવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande