વાલિયાના દેસાડ ગામે પહેલગામના હુમલામાં શહીદ થયેલા મૃતાત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરાઈ
-દેશના વિરગતિએ પામેલા સૈનિકોના આત્માને શાંતિ મળે માટે કેન્ડલ માર્ચ અને 15 માં અધ્યાયનું પારાયણ કર્યું -આંતકીઓને પકડી સીધો ન્યાય જાહેરમાં ગોળી મારી તેનો સફાયો કરવા માંગ ભરૂચ 26 એપ્રિલ (હિ.સ.) વાલિયા તાલુકાના દેસાડ ગામમાં સિકોતર માતાના મંદિરે પહેલગા
વાલિયાના દેસાડ ગામે પહેલગામના હુમલામાં શહીદ થયેલા મૃતાત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરાય


-દેશના વિરગતિએ પામેલા સૈનિકોના આત્માને શાંતિ મળે માટે કેન્ડલ માર્ચ અને 15 માં અધ્યાયનું પારાયણ કર્યું

-આંતકીઓને પકડી સીધો ન્યાય જાહેરમાં ગોળી મારી તેનો સફાયો કરવા માંગ

ભરૂચ 26 એપ્રિલ (હિ.સ.) વાલિયા તાલુકાના દેસાડ ગામમાં સિકોતર માતાના મંદિરે પહેલગામ ( જમ્મુ કાશ્મીરમાં) આતંકી હુમલામાં શહીદ થયેલ હિન્દુ ભાઈઓ તેમજ દેશનાં સૈનિકનાં આત્માંને શાંતિ મળે તે હેતુથી કેન્ડલ માર્ચ તથા ગીતાજીના 15 માં અધ્યાયનું પારાયણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વાલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી જ્યારે આંતકવાદીઓ માટે ધિક્કાર વરસાવામાં આવ્યો હતો, સાથે સાથે આંતકવાદીઓને ઝડપી તાત્કાલિક જાહેરમાં ગોળીઓથી વીંધી નાખવા જોઈએ, તેને પકડી તેની પાછળ કોઈ કોર્ટ કચેરી નહી સીધો ન્યાય જાહેરમાં વીંધી નાખો.દેશમાંથી આતંકવાદનો સફાયો કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande