ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હિન્દુ યુવા સંગઠનના નેતૃત્વમાં મૌન રેલીનું આયોજન કરાયું.હતૂ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાને પગલે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2002 અને 2007 માં થયેલ વિસ્ફોટ સહિતના બેનરો સાથે સર્વે સમાજના આગેવાનોએ સફેદ શર્ટ પેરી મૌન રીતે વિરોધ નોંધાવ્યો હતો અને
મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ સાથે લોકો મૌન રેલીમાં સહભાગી થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ