પાટણ, 6 એપ્રિલ (હિ.સ.)
6 એપ્રિલ 1980ના રોજ સ્થાપિત થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. પાટણ તાલુકા ભાજપે પોતાના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ડોર-ટુ-ડોર જઈને ભાજપના ધ્વજ લગાવી અને વિવિધ ગામોમાં આ કાર્યક્રમ ઉજવ્યો.
પ્રથમ, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલના નિવાસસ્થાનેથી ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ, ડેર, ડેરાસણા, બાલીસણા, વિસલવાસણા, સંડેર અને અનાવાડા ગામના શક્તિકેન્દ્ર સંયોજકોના ઘરે ધ્વજ લગાવવામાં આવ્યા. ખારીવાવડી ગામના રામજી મંદિરમાં આરતી અને પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ, મહામંત્રી દિલીપ દેસાઈ સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા. પાર્ટીના કાર્યકર્તાઓ, શક્તિકેન્દ્ર સંયોજકો, પ્રભારીઓ અને બુથ પ્રમુખોએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર