-ગીર સોમનાથ વેરાવળના કૃષ્ણનગર ખાતે આવેલ સીતારામ મંદિરે જિલ્લા પોલીસવડા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ
ગીર સોમનાથ, 6 એપ્રિલ (હિ.સ.). આજરોજ શ્રી રામ જન્મોત્સવ નિમિતે કૃષ્ણનગર ખડખડ ખાતે આવેલ શ્રી રામ મંદિરમાં ભગવાન રામચંદ્રની મહા આરતી કરવામાં આવી હતી.આ શુભ અવસર પર ગીર સોમનાથ જિલ્લા એસ.પી. મનોહરસિંહ જાડેજા અખિલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોર કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ જીતુ કુહાડા વેરાવળ સીટી પી.આઇ એચ.આર. ગૌસ્વામી વેરાવળ એલસીબી પી.આઇ એ.બી.જાડેજા જાડેજા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપ-પ્રમુખ ધનસુખ કુહાડા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિક પટેલ, તેમજ ગીર સોમનાથ જિલ્લા તમામ પોલીસ અધિકારી તેમજ ખારવા સમાજના તમામ આગેવાન ઓ તથા બહોળી સંખ્યામાં સીતારામ ધૂન મંડળના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને આ મહા આરતી અને રામ જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ