“રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” દ્વારા સન્માનિત કરાયા
રાજપીપલા, 13 એપ્રિલ (હિ.સ.). રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ માં સહભાગી થયેલ અને “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” દ્વારા સન્માનિત બે મહાનુભાવોમાં રાજપીપળા ટ્રાયબલ બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.મધુકર એસ. પાડવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્ય
રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” દ્વારા સન્માનિત કરાયા


રાજપીપલા, 13 એપ્રિલ (હિ.સ.). રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ માં સહભાગી થયેલ અને “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” દ્વારા સન્માનિત બે મહાનુભાવોમાં રાજપીપળા ટ્રાયબલ બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.મધુકર એસ. પાડવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટ્રાઇબલ કોમ્યુનિટી માટે કહેવું જોઈએ કે “આઝાદીના અમૃત મહોત્સવ” વખતે જનજાતીય લોકો નાયકો માટે સરકારશ્રીએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી સામે લાવી,દેશના અદકેરા લોકોને સામે લાવી ઘણા બધા કાર્યક્રમો અદભુત રીતે થઈ રહ્યા છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સેવાલુ સ્વપ્ન સાકાર કરતી એવી બિરસા મુંડા યુનિવર્સિટી લગભગ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે, તેવા સમયે સ્વ. રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ મળ્યો છે. ત્યારે ગૌરવ અને આનંદની લાગણી અનુભવુ છું. વધુમાં જણાવ્યુ કે, ટ્રાઇબલ કોમ્યુનિટી માટે ભગીરથ કાર્ય સ્વ. રત્નસિંહજી મહિડાએ હાથમા લીધુ હતું. જેના પરિણામ સ્વરૂપે ઘણા અદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. વધુમાં ઉમેર્યુ કે, ટ્રાયબલ બિરસા મુંડા યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર નહીં પણ એક અસાધારણ વ્યક્તિ તરીકે મને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મળ્યો છે. જે બદલ ગૌરવ અનુભવ છું.

એવાજ એક પ્રથમ આદિવાસી મહિલા વી.સી. તે 'રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ માં સહભાગી થવા આવ્યા હતા.તે થયેલ અને “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” દ્વારા સન્માનિત આંધ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સથુપતિ પ્રસન્નાશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ મુલાકાત છે. ગુજરાતમાં મને આવકાર કર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી પટેલના ના હસ્તે એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા છે. તે મારા માટે આનંદની ઘડી છે. વધુમાં જણાવ્યુ કે, હાલ આંધ્ર યુનિવર્સિટીના આદિકવિ નન્નાયા યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર તરીકે કાર્યભાર મે સંભાળ્યો છે. જે આંધ્રપ્રદેશની સૌથી મોટી યુનિવર્સિટી છે. જેમાં ૩૯૨ કોલેજો જોડાયેલી છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, ૧૯ ભારતીય ભાષાઓ માટે મુળાક્ષરો બનાવનાર વિશ્વની આદિવાસી પ્રથમ મહિલા છું. અને મને નારી શક્તિ પુરસ્કાર એવોર્ડ પણ ૨૦૨૧ માં મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાઈસ ચાન્સેલર તરીકે નિયુક્ત થનાર આદિવાસી સમુદાયના પ્રથમ મહિલા પ્રોફેસર છે. તેમણે ૩૮ વર્ષનો શિક્ષણનો અનુભવ છે. અને તેમણે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા સાહિત્યને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના કૌશલ્યમાં સુધારો માટે અમુલ્ય યોગદાન આપ્યું છે. તેમને બ્રિટિશ કવિતા, મહિલાની કહાની લેખન, ભારતીય અંગ્રેજી અભ્યાસ, ભારતીય આદિવાસી ભાષાઓ અને સાહિત્ય વિશે ઊંડું નોલેજ ધરાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande