સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી: ખેડૂતોએ વ્યક્ત કરી આશા
પાટણ, 7 એપ્રિલ (હિ.સ.) પાટણ પંથકમાં નર્મદા વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં, કમલીવાડા બ્રાન્ચ કેનાલ મારફતે નર્મદાનું પાણી સરસ્વતી નદીમાં વાળવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ 50 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું
સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી: ખેડૂતોએ વ્યક્ત કરી આશા


પાટણ, 7 એપ્રિલ (હિ.સ.)

પાટણ પંથકમાં નર્મદા વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં, કમલીવાડા બ્રાન્ચ કેનાલ મારફતે નર્મદાનું પાણી સરસ્વતી નદીમાં વાળવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ 50 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીના તળ પુનઃ રિચાર્જ થયા છે.

આ પાણીના કારણે પંથકના ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે આ પાણી તેમના ઉનાળુ વાવેતર માટે લાભદાયી સાબિત થશે.

પાટણ સરસ્વતી જળાશય વિભાગના ડેપ્યુટી શૈલેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી નર્મદા વિભાગ દ્વારા પાટણ પંથકમાં ચાલી રહેલી સુજલામ સુફલામની કામગીરી પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી સરસ્વતી નદીમાં નર્મદાના પાણીનો પ્રવાહ ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande