પોરબંદર, 7 એપ્રિલ (હિ.સ.). પોરબંદરમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે કાર્યકરોમાં નવો ઉમંગ અને થનગનાટ જોવા મળે છે. જેમાં વહેલી સવારથી જ જિલ્લાભરના કાર્યકર્તાઓ જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે ઉમટી પડ્યા હતા. પરશુરામ માર્ગ ઉપર આવેલું ભવ્ય કાર્યાલય છેલ્લા બે દિવસથી રોશનીથી ઝગમગ થઈ રહ્યું છે રંગોળી અને દીવડાવો થી ભાજપ કાર્યકર્તાઓના ઘર ઘર ધ્વજા પતાકા થી સજ્જ થઈ ગયા છે. 1980 માં અટલ બિહારી બાજપાઈ દ્વારા અનેક આગેવાનોની હાજરીમાં મુંબઈ સમતાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે પણ પોરબંદરથી અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જુના આગેવાનોએ દિવસને વાગોળ્યા હતા. ભાજપ સ્થાપના દિવસ નિમિતે કાર્યાલય ખાતે ધ્વજા રોહણ બાદ શિસ્તબદ્ધ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો જેમાં પોરબંદર જિલ્લાના તમામ છ મંડળો પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના સંખ્યાબંધ કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલયથી રેલી શરૂ થઈ પરશુરામમાર્ગ નવા ફુવારા થઈ અને ત્રણ-ત્રણની લાઈનમાં હજારો કાર્યકર્તાઓએ ભારત માતાકી જય વંદે માતરમ અને જયશ્રીરામના નારા સાથે ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ સાથે સ્થાપના દિવસની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને છેલ્લા બે ત્રણ દિવસથી સ્થાપના દિનના કાર્યક્રમ માટે તૈયારી માટે પોરબંદરમાં કેમ્પ કરી રહેલા જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીના માર્ગદર્શનમાં આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલી માટેની તમામ વ્યવસ્થા અને આયોજન જિલ્લા મહામંત્રીઓ અશોકભાઈ મોઢા, નિલેશભાઈ મોરી, ખીમજીભાઈ મોતીવારસ ઉપરાંત નવનિયુક્ત શહેર પ્રમુખ યુવા અગ્રણી સાગરભાઈ મોદી દ્વારા સંપન્ન કરવામાં આવ્યુ હતું જેમાં યુવા ભાજપની ટીમ, મહિલા મોરચાના મીતાબેન થાનકી, ડો. ચેતનાબેન તિવારી, સરોજબેન કક્કડ, અનુસૂચિત જાતિ મોરચાના દિનેશભાઈ ચુડાસમા, કિરીટભાઈ સાદિયા લઘુમતી મોરચાના ઈબ્રાહીમભાઈ સંઘાર, કિસાન મોરચાના ભીમભાઇ ઓડેદરા, બક્ષીપંચ મોરચાના રામભાઈ કરગીઠીયા, ઉપરાંત અનુસૂચિત જનજાતિ મોરચો અને તમામ સેલના આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા. સિનિયર આગેવાનો વિરમભાઈ કારાવદરા, નાથાભાઈ ઠકરાર, પૂર્વ જિલ્લા પ્રમુખો સહિતના સિનિયર આગેવાનો આ રેલીમાં સંખ્યાબંધ કાર્યકર્તાઓ સાથે જોડાયા ખાસ જોડાયા હતા.રેલીઓમાં શ્રીરામના જય ઘોષ સાથે કાર્યાલયના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ આરોહણ કરીને વરિષ્ઠ આગેવાન નથાલાલભાઈ ઠકરાર, રાજસી ભાઈ પરમાર, વિજયભાઈ થાનકી મહેન્દ્રભાઈ જુંગીના હસ્તે ધ્વજારોહાણ કરીને રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું .પોરબંદરના જાહેર માર્ગ ઉપર વિવિધ સ્થળોએ પુષ્પવૃષ્ટિ દ્વારા રેલીનું સ્વાગત કર્યું હતું અને આ રેલી પાંજરાપોળ રોડ ઉપર આવેલ શ્રીરામમંદિરે વિશ્રામ પામી હતી. આ તકે રામ મંદિર ખાતે મંદિરના વ્યવસ્થાપક મંડળ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો માર્ગદર્શન આપતા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખીરીયાએ ભાજપ સ્થાપના દિન વિશે મહત્વ સમજાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનો આજે સુવર્ણયુગ ચાલી રહ્યો છે તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી અને સિનિયર અને જૂના જનસંઘી કાર્યકર્તાઓને પણ તેમની ત્યાગ ભાવના માટે બિરદાવવામાં આવ્યા હતા અને જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએએ આટલી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી સ્થાપના દિનને રંગે ચંગે ઉજવવા બદલ અને આખા શહેરને કેસરિયો રંગથી સજવા બદલ કાર્યકર્તાના આભાર સાથે અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમને અંતે પાંજરાપોળ સ્થિત રામમંદિરની સામે આવેલા પૂર્વ જિલ્લા મંત્રી અતુલભાઇ બાપોદરાના સોપાન ગણેશ જોટૂન કલર્સ શુભેચ્છા મુલાકાત આગેવાનોએ લીધેલી હતી. આગામી બે દિવસ માટે ભારતીય જનતા પાર્ટી પોરબંદર દ્વારા અનેક સેવા કાર્ય જેવા કે મેડિકલ કેમ્પ સફાઈ અભિયાન અને કાર્યકરો સાથેની ગોષ્ટિનું આયોજન વ્યાપક રીતે કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya