સુરત , 7 એપ્રિલ (હિ.સ.)-સુરત 108 ઇમરજન્સી સેવા દ્વારા સુરત જિલ્લામાં 7 એપ્રિલ-વિશ્વ આરોગ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ- 108 એમ્બ્યુલન્સની ટીમ છેલ્લા 18 વર્ષથી લોકોને સતત આરોગ્ય સેવા આપી રહી છે. કટોકટીના સમયે જીવાદોરી સમાન બનેલી 108 રાજ્યમાં સર્વપ્રિય બની છે, ત્યારે સુરત 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઇઝરો, 108 ની ટીમ દ્વારા સુરત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યુવાનો, સગર્ભા, મહિલાઓ, વૃદ્ધો સહિત 840 જેટલા નાગરિકોને બ્લડ પ્રેશર, સુગર, ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. હાલમાં હીટવેવ- વધતી જતી કાળઝાળ ગરમીને લઈને સાવચેતીના પગલા અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે