પોરબંદર, 7 એપ્રિલ (હિ.સ.)
માધવપુર ઘેડ ખાતે આયોજિત વૈભવી સાંસ્કૃતિક મેળાનો ગતરોજ ભવ્ય પ્રારંભ થયો. મેળાની ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે ખ્યાતનામ લોકસંગીત ગાયક ઓસમાણ મીરે મંચ સંભાળ્યો અને તેમના મનોહર સ્વરે પરંપરાગત ગરબાની પ્રસ્તુતિથી લોકોના હૃદયોમાં સંગીતની મીઠાશ ભરાઈ ગઈ.
મેળામાં સહભાગી બનવા આવેલા લોકોએ જ્યારે ઓસમાણ મીરના સૂર સાંભળ્યા ત્યારે તેઓ માત્ર શ્રોતાઓ બની રહ્યા નહીં, પણ રંગીન ગ્રાઉન્ડ પર ઉતરીને ગરબાની રમઝટ બોલાવી દીધી. સૌની ઊર્જા, ઉત્સાહ અને સંગીત સાથેની તાદાત્મ્યભરેલી ક્ષણો ઘણાં સમય સુધી યાદગાર રહેશે.
માધવપુર મેળો હવે માત્ર ધાર્મિક અથવા લોકોત્સવ પૂરતો નથી રહ્યો, પણ ભવિષ્યના પેઢીઓને ભારતીય સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવતું એક વિશાળ મંચ બની ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya