માધવપુર મેળો સખી મંડળના બહેનોની કલા, રોજગારી અને કલા સંસ્કૃતિના ભવ્ય સંગમ
પોરબંદર, 8 એપ્રિલ (હિ.સ.). માધવપુર મેળો સખી મંડળના બહેનોની હસ્તકલા અને કારીગરીને ઉજાગર કરે છે. રોજગારી અને કલા સંસ્કૃતિના સંગમની ભવ્ય ઉજવણીનો પણ ઉત્સવ આ મેળો બની રહ્યો છે. ત્યારે પ્રેરણા સખીમંડળના બળેજ ગામના હેતલબેન વેગડાએ પોતાની કલા અને મહેનતથી લ
સખીમંડળના બળેજ ગામના હેતલબેન વેગડાએ પોતાની કલા અને મહેનતથી લિપન આર્ટ દ્વારા પોરબંદર જિલ્લામાં ખુબ નામના કરી


પોરબંદર, 8 એપ્રિલ (હિ.સ.).

માધવપુર મેળો સખી મંડળના બહેનોની હસ્તકલા અને કારીગરીને ઉજાગર કરે છે. રોજગારી અને કલા સંસ્કૃતિના સંગમની ભવ્ય ઉજવણીનો પણ ઉત્સવ આ મેળો બની રહ્યો છે. ત્યારે પ્રેરણા સખીમંડળના બળેજ ગામના હેતલબેન વેગડાએ પોતાની કલા અને મહેનતથી લિપન આર્ટ દ્વારા પોરબંદર જિલ્લામાં ખુબ નામના કરી ગ્રામ્યકક્ષાની બહેનો માટે પોતાના પગભર ઉભા થઇ રોજગારી મેળવવા માટેના એક સારો પ્રેરણારૂપ ઉદાહરણ બન્યાં છે. તેમણે તૈયાર કરેલી લીપણ આર્ટ, રેઝીન આર્ટ, મંડાલા આર્ટની વસ્તુઓ માધવપુરના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

હેતલબેન વેગડાએ જણાવ્યું કે, માધવપુરના મેળો અમારી લીપણ આર્ટ, રેઝીન આર્ટ, મંડાલા આર્ટની કલાને લોકો સમક્ષ લઈ જવા માટેનું માધ્યમ બન્યો છે.મહિલાઓ આર્થિક ઉપાર્જન કરીને પગભર થાય તે માટે

સરકારશ્રી દ્વારા મફત સ્ટોલ આપવામાં આવ્યા છે તે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હેતલબેનએ NRLM યોજના અંતર્ગત 10 બહેનોને જોડી જુથ બનાવી અને અન્ધ બહેનોને પણ રોજગારી અપાવીને ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ માટેનું કાર્ય કર્યું છે.

મહિલાઓના સર્વાગીવિકાસ માટે સરકાર હમેશા કટીબદ્ધ રહેવાની સાથે સમાજમાં માન-સન્માન, સ્વતંત્રા અને આર્થિક વિકાસ માટે અનેકવિધ મહિલા લક્ષી યોજનાઓ અમલમાં મુકી તેનો સિધો લાભ આપવામાં આવે છે. તેમાની જ એક યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનનો ઉદેશ્ ગ્રામીણ બહેનોને જુથમાં જોડી નાની નાની બચત કરીને તેમને વિવિધ આર્થીક પ્રવૃતિઓ કરવા માટે પ્રેરીત કરી બહેનોને આર્થીક રીતે પગભર કરવા અને પોતાની તથા પોતાના પરીવારની આજીવિકામાં વધારો કરી આત્મનિર્ભર બનાવવાનો અને ગ્રામીણ કુટુંબોને ટકાઉ આજીવિકા આપવાનો છે.

તા.06 થી 10 એપ્રીલના યોજાતા માધવપુર મેળામાં પણ હેતલબેન તેના મંડળનાં બહેનો સાથે ફ્રી સ્ટોલનો લાભ મેળવી તેની કલા અને મહેનત થી લિપન આર્ટની વસ્તુઓનું વેચાણ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande