સુરત, 17 એપ્રિલ (હિ.સ.)-નેશનલ હેરાલ્ડ કેસમાં જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જમાનત પર છે તેમાં ઇડી દ્વારા એક ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે , જેમાં સોનીયા ગાંધી , રાહુલ ગાંધી સહિત રાહુલ ગાંધીના રાજકીય સલાહકાર સેમ પિત્રોડા , સોનિયા ગાંધીના સુમંત દુબે સહિત સાત લોકોને આરોપી બનાવ્યા છે .
ઉપરોક્ત નેશનલ હેરાલ્ડ કૌભાંડની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી સામે ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું .
સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે 1938માં નેશનલ હેરાલ્ડ અખબાર શરૂ કરવામાં આવ્યું હતું.
આઝાદી પછી અખબારની આર્થિક હાલત બગડતી ગઈ અને કોંગ્રેસ દ્વારા નેશનલ હેરાલ્ડની પિતૃ સંસ્થા એસોસિયેટેડ જનરલ લિમિટેડ કંપનીને 90 કરોડની લોન આપવામાં આવી હતી .
ઇડીનો દાવો છે કે એક સોચી સમજી સાજિશમાં કોંગ્રેસ દ્વારા નેશનલ હેરાલ્ડની પિતૃ સંસ્થા એસોસિયેટેડ જનરલ લિમિટેડ કંપનીને 90 કરોડની લોન આપવામાં આવી અને પછી એ 90 કરોડની લોનને શેરમાં કન્વર્ટ કરી દીધા અને પછી આ બધા જ શેર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કંપની યંગ ઇન્ડિયાને 50 લાખ રૂપિયાના બદલામાં આપી દીધા અને નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટી બજાર કિંમત 2000 કરોડ રૂપિયા છે .
યંગ ઇન્ડિયા કંપની કે જેમાં 76% હિસ્સો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામે હતો અને 24% હિસ્સો કોંગ્રેસના અન્ય નેતા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાડિઝ પાસે હતો .
એસોસિયેટેડ જનરલ લિમિટેડ એક પબ્લિક લિમિટેડ કંપની હતી અને તેમાં 5000 થી વધારે સ્વતંત્રતા સેનાની અને અન્ય નિવેશકારોના પૈસા હતા , તેમની સંમતિ વિના પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દેવામાં આવી જે ખોટું હતું .
યંગ ઇન્ડિયા જે એક નોન પ્રોફીટ કંપની હતી જેને એસોસિયેટેડ જનરલ લિમિટેડ કંપનની પ્રોપર્ટીનો ઉપયોગ વ્યવસાયિક ધોરણે કરી નફો મેળવ્યો જે સદંતર ખોટું છે
સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા 2000 કરોડની પ્રોપર્ટી પર સાજીશ કરીને કબજો કરવામાં આવ્યો જે પ્રોપર્ટી નેશનલ હેરાલ્ડ અખબારની હતી સાથે તેમના ઉપર 440 કરોડ રૂપિયાની ઈનકમ ટેક્સ ચોરીનો પણ આરોપ છે .
ઉપરોક્ત પ્રસંગે સુરત શહેર ભાજપ મહામંત્રી કાળુભાઈ ભીમનાથ , સુરત શહેરના ધારાસભ્ય મનુભાઈ પટેલ , પ્રવીણભાઈ ઘોઘારી , સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ , શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દક્ષિણ ગુજરાતના મીડિયા કન્વીનર રાજેશ દેસાઈ , નગરસેવકઓ , ભાજપના વરિષ્ઠ અને આગેવાન કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે