ઢોલનગારા સાથે માતાજીનો રથ લઈ મંદિર પહોંચી આરતી અને પ્રસાદી લઈ પાવન થયા
એઆઈએ, નોટીફાઇડ અને શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખનું અભિવાદન કરાયું
ઘ્વજારોહણ પધારેલ સર્વેને કાગવડના પ્રકલ્પો અને ખોડલધામના વિચારથી અવગત કરવામાં આવ્યા હતા
ભરૂચ 08 એપ્રિલ (હિ.સ.)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા શેલડિયા પરિવાર સહિત અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ અને મોટા સમઢિયાળા ગામના ગ્રામજનોએ ખોડલધામ કાગવડ ખાતે માઁ ખોડલના મંદિરની ધજા ચડાવી હતી આ પ્રસંગે સૌ ઢોલનગારાના તાલે માતાજીના ગરબા કરતા મંદિરે રથ લઈને પહોંચ્યા હતા અને માતાજીને ઘ્વજારોહણ કર્યું હતું .ત્યારબાદ આરતી અને પ્રસાદી લઈ પાવન થયા હતા.
શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી તેમજ એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હિંમત શેલડીયાએ પરીવાર સાથે શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજયો હતો, જેમાં થાળ, વાધા, રથ, ઘ્વજા સાથે અંકલેશ્વરના તેમજ મૂળ મોટા સમઢિયાળા અમરેલી જિલ્લાના વડીલો સહિત સહુ ખોડલધામ ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી ગોપાલ રૂપાપરા, હસમુખ લુણાગરિયા દ્વારા એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હિંમત શેલડીયા અને નોટિફાઈડ બોર્ડ અંકલેશ્વરના ચેરમેન અમુલખ મોરડીયાનું અભિવાદન કર્યું હતું, સાથે સાથે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રમુખ હસમુખ દુધાતનું પણ અભિવાદન કર્યું હતું.આ ઘ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત સૌને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રકલ્પો અને ખોડલધામના વિચારથી અવગત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ