ગીર સોમનાથ હીટવેવ સંદર્ભે ખેડૂતોએ ખેતી કાર્યો માટે રાખવાની થતી સાવચેતી મેઘદૂત એપ્લિકેશનથી સતત મેળવતા રહો માહિતી
ગીર સોમનાથ 8 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ ઉનાળાની ઋતુમાં હીટવેવ દરમિયાન ખેડૂતોને કેવા પગલા લેવા જોઈએ એ બદલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માર્ગદર્શન અનુસાર ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના
ગીર સોમનાથ હીટવેવ સંદર્ભે ખેડૂતોએ ખેતી કાર્યો માટે રાખવાની થતી સાવચેતી મેઘદૂત એપ્લિકેશનથી સતત મેળવતા રહો માહિતી


ગીર સોમનાથ 8 એપ્રિલ (હિ.સ.)

ગીર સોમનાથ

ઉનાળાની ઋતુમાં હીટવેવ દરમિયાન ખેડૂતોને કેવા પગલા લેવા જોઈએ એ બદલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ માર્ગદર્શન અનુસાર ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવાં પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.

ઉપરાંત ફુવારા પધ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.

પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્ય યુક્ત આહાર આપવો અને ઓછી ગરમીના કલાકોમાં ચરાવવા માટે લઈ જવાં. બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહી.

વધુમાં કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ માટે MEGHDOOT મોબાઇલ એપ્લિકેશન (Android users: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

) ડાઉનલોડ કરવી. જે હવામાનની આગાહી અંગેની માહીતી ખેડૂતોને તેમના સ્થાન, પાક અને પશુધન માટે તેમની સ્થાનિક ભાષામાં સલાહ પ્રદાન કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande