પાટણ, 9 એપ્રિલ (હિ.સ.)
પ્રદેશ પ્રમુખ મયંક નાયકએ 46માં સ્થાપના દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદીના મહત્વપૂર્ણ નિર્ણયો પર માહિતી આપી હતી. તેમણે 6 એપ્રિલ 1980ના રોજ ભારતની રાજકીય પાર્ટી ભાજપની સ્થાપના કરનાર દિગ્ગજ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.ઉમદા પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરેલ ભાજપ આજે 11 કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે, અને મયંક નાયકએ રાજ્યસભાના સાંસદ તરીકે આ પાર્ટીના વિકાસ યાત્રાના તમામ પગલાંઓ પર પ્રકાશ પાડ્યો.આ પ્રસંગે મુખ્ય વક્તા મયંક નાયક ઉપરાંત, પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, જિલ્લા ભાજપના રમેશભાઈ સિંધવ, એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર