પાટણ, 9 એપ્રિલ (હિ.સ.)
આજ રોજસિદ્ધપુર નગરપાલિકા સંચાલિત તમામ પાણી ની ઓવર હેડ ટાંકીઓ તેમજ અંડર ગ્રાઉન્ડ સંપ કે જે શહેરના નાગરિકોને મહત્તમ પાણી પુરુ પાડે છે.શહેર ના નાગરિકોને શુધ્ધ તેમજ જંતુ મુકત પાણી પુરુ પાડવાની નેમ ને લઈને તમામ સ્ટોરેજો નીસફાઈ કરવાના ભાગ રૂપે સફાઈ ની શરૂ કરવામાં આવેલ કામગીરી નગરપાલિકા ના પ્રમુખ અનિતાબેન પટેલ ની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો શહેર ની તમામ ટાંકીઓ તેમજ સંમ્પ ને આધુનિક. વૈજ્ઞાનિક પદ્ધતિ થી સફાઈ કરવામાં આવનાર છે.
શુભારંભ ના આ પ્રસંગે ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી કમિટી ના ચેરમેન રશ્મિનભાઈ દવે, વોટર વર્કસ કમિટી ના ચેરમેન ચિરાગભાઈ શુક્લ, ની વિશેષ ઉપસ્થિતી રહી આ ઉપરાંત અન્ય નગરપાલિકા સદસ્યશ્રી ઓ, અંકુરભાઈ મારફતિયા કનુજી ઠાકોર રાજુજી ઠાકોર પ્રમોદભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ ઠાકર કપિલભાઈ પાધ્યા જનાર્દનભાઈ શુક્લ નરેન્દ્રભાઇ પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઠાકોર, સેધુસિંહ ઠાકોર ભરતભાઈ ઠાકોર તેમજ નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, નિરંજનભાઈ ઠાકર ની પણ આ પ્રસંગે વીશેષ ઉપસ્થિતી રહી હતી. સાથે સંગઠન ના પદાધિકારીઓ અને સક્રિય કાર્યકર્તાઓ નગરપાલિકા ના કર્મચારીઓ હાજર રહ્યા હતા વધુમાં અલ્ટ્રાપ્યોર કંપની દ્વારા સંપુર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ થી તેમજ જંતુ મુક્ત પોટેશિયમ પર મેગનેટ દવાનો છંટકાવ કરી સફાઈ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર