મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને, મિથુન ચક્રવર્તીને નોટિસ ફટકારી
નવી દિલ્હી, 18 મે (હિ.સ.) પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી ફરી એકવાર સમાચારમાં છે, પરંતુ આ વખતે કારણ કોઈ ફિલ્મ કે નિવેદન નથી, પરંતુ ગેરકાયદેસર બાંધકામના સંદર્ભમાં તેમનું નામ સામે આવ્યું છે. ખરેખર, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બ
મિથુન


નવી દિલ્હી, 18 મે (હિ.સ.) પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી ફરી એકવાર સમાચારમાં છે, પરંતુ આ વખતે

કારણ કોઈ ફિલ્મ કે નિવેદન નથી, પરંતુ ગેરકાયદેસર બાંધકામના સંદર્ભમાં તેમનું નામ સામે

આવ્યું છે. ખરેખર, મુંબઈ મ્યુનિસિપલ

કોર્પોરેશન (બીએમસી) એ, મિથુનને 'કારણ બતાવો નોટિસ' જારી કરી છે. આ

નોટિસ મલાડના એરંગલ ગામમાં સ્થિત એક પ્લોટ પર, અનધિકૃત બાંધકામના કામના સંદર્ભમાં

મોકલવામાં આવી છે. બીએમસી એ, તેમની પાસેથી આ બાંધકામ કાર્ય અંગે સમજૂતી માંગી છે

અને તેમને જવાબ આપવા કહ્યું છે કે,” આ બાંધકામ કેવી રીતે અને કઈ પરવાનગી હેઠળ

કરવામાં આવ્યું હતું.”

મલાડના એરંગલ ગામમાં સ્થિત, એક પ્લોટ પર કથિત ગેરકાયદેસર

બાંધકામની તપાસ કરવા માટે બીએમસીના કેટલાક અધિકારીઓ આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન

જોવા મળ્યું, ત્યારબાદ અભિનેતા

મિથુન ચક્રવર્તીને નોટિસ જારી કરવામાં આવી. બીએમસીએ 7 દિવસમાં

સ્પષ્ટતા માંગી. જો મિથુન કોઈ વાજબી કારણ આપી શકશે નહીં, તો પરવાનગી વિના

કરવામાં આવેલ બાંધકામ તોડી પાડવામાં આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ

કરવામાં આવશે.

આ નોટિસ પર પ્રતિક્રિયા આપતા મિથુન ચક્રવર્તીએ કહ્યું, અમે આવું કોઈ

ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી. ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને અમે અમારો

જવાબ પણ મોકલી રહ્યા છીએ. તે જ સમયે, સામાજિક કાર્યકર્તા નદીમ શેખે પ્રશ્ન ઉઠાવ્યો છે કે,”

જ્યારે તાજેતરમાં 24 ગેરકાયદેસર

બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, તો પછી તે સમયે મિથુન ચક્રવર્તીના બાંધકામ સામે કોઈ

કાર્યવાહી કેમ કરવામાં આવી ન હતી?”

નોંધનીય છે કે, વર્ષ 2011 માં પણ બીએમસી એ

મિથુનને આવી જ નોટિસ ફટકારી હતી, જેના કારણે તે સમયે પણ વિવાદ થયો હતો.

બીએમસીનું કહેવું છે કે,” મુંબઈના મલાડના એરંગલ ગામમાં

પરવાનગી વિના બાંધકામ કરવામાં આવ્યું છે. એવો આરોપ છે કે, ત્યાં

ગ્રાઉન્ડ-પ્લસ-મેઝેનાઇન ફ્લોરવાળા બે સ્ટ્રક્ચર, એક ગ્રાઉન્ડ-ફ્લોર સ્ટ્રક્ચર અને ત્રણ કામચલાઉ 10x10 યુનિટ બનાવવામાં

આવ્યા છે. આ બાંધકામોમાં ઈંટો, લાકડાના પાટિયા, કાચની દિવાલો અને એસી શીટની છતનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે બાંધકામ

નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.”

બીએમસીએ સ્પષ્ટતા કરી છે કે,” મે મહિનાના અંત સુધીમાં એરંગલ

અને આસપાસના વિસ્તારોમાં કુલ 1૦1, ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande