ફિલ્મ 'રેડ-2' ની કમાણી, ભારતમાં 150 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ
નવી દિલ્હી, 20 મે (હિ.સ.) અજય દેવગનની ફિલ્મ 'રેડ 2', સતત દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. થિયેટરોમાં રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે અને ફિલ્મ હજુ પણ મજબૂત રીતે ટકી રહી છે. રિલીઝના 19મા દિવસે તેની કમાણીમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, 'રેડ-2' એ ભાર
ફિલ્મ 'રેડ 2'


નવી દિલ્હી, 20 મે (હિ.સ.) અજય દેવગનની ફિલ્મ 'રેડ 2', સતત દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. થિયેટરોમાં રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે અને ફિલ્મ હજુ પણ મજબૂત રીતે ટકી રહી છે. રિલીઝના 19મા દિવસે તેની કમાણીમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, 'રેડ-2' એ ભારતમાં સફળતાપૂર્વક 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્ક અનુસાર, 'રેડ-2' એ તેની રિલીઝના 19મા દિવસે એટલે કે ત્રીજા સોમવારે 2.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, ફિલ્મની કુલ સ્થાનિક કમાણી વધીને 151.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ૪૮ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 201.6 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. હાલમાં, બોક્સ ઓફિસ પર 'રેડ-2' ની ગતિને રોકવી મુશ્કેલ લાગે છે.

'રેડ-2'નું દિગ્દર્શન રાજ કુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ભૂષણ કુમાર આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મમાં વાણી કપૂર અજય દેવગનની પત્નીની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે રિતેશ દેશમુખે 'દાદા ભાઈ'નું શક્તિશાળી પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત, રજત કપૂર, સૌરભ શુક્લા, સુપ્રિયા પાઠક અને અમિત સિયાલ જેવા તેજસ્વી કલાકારો પણ તેમના અભિનયથી ફિલ્મમાં જીવંતતા લાવે છે. આ ફિલ્મ 2018 માં રિલીઝ થયેલી 'રેડ' ની સિક્વલ છે, જેને દર્શકો હવે જિયો સિનેમા પર જોઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande