નવી દિલ્હી, 20 મે (હિ.સ.) બોલિવૂડની પ્રખ્યાત કોમેડી ફ્રેન્ચાઇઝી 'હેરા ફેરી'ના ત્રીજા ભાગની,
દર્શકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. પહેલા બે ભાગોમાં, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીએ ખૂબ
હાસ્ય ઉમેર્યું હતું. હવે 'હેરા ફેરી-3' ને મોટો ઝટકો
લાગ્યો છે, કારણ કે પરેશ
રાવલે અચાનક આ ફિલ્મથી પોતાને દૂર કરી દીધા છે.
રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર પોતાના પ્રોડક્શન હાઉસ 'કેપ ઓફ ગુડ
ફિલ્મ્સ' દ્વારા પરેશ
રાવલને 25 કરોડ રૂપિયાની
કાનૂની નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'હેરા ફેરી-3' ને સંભવિત
નુકસાનને કારણે આ પગલું લેવામાં આવી શકે છે. જોકે, આ બાબતે નિર્માતાઓ કે, અભિનેતા દ્વારા હજુ સુધી
કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. અક્ષય કુમાર 'હેરા ફેરી-3' ના નિર્માતા પણ
છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પરેશ રાવલના હેરા
ફેરી 3 માંથી પાછા
ખેંચવા પાછળનું કારણ તેમના અને નિર્માતાઓ વચ્ચેના, કથિત સર્જનાત્મક મતભેદો હોવાનું
કહેવાય છે. જોકે, અભિનેતાએ આ
દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું, હું સ્પષ્ટ કરવા
માંગુ છું કે 'હેરા ફેરી-3' છોડવાનો મારો
નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નથી. મને નિર્માતાઓ સાથે કોઈ મતભેદ નથી. મને
પ્રિયદર્શન જી માટે ઊંડો આદર, પ્રેમ અને વિશ્વાસ છે.
તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાંથી તેમનું
પાછું ખેંચાવું કોઈ પરસ્પર સંઘર્ષનું પરિણામ નથી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ