ગીર સોમનાથ 20 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકશાન થયું છે
કમોસમી વરસાદ વરસતા કેરી,બાજરી,અડદ,તલ સહિતના બાગાયતી પાકોમાં થયું નુકશાન...
કમોસમી વરસાદથી નુકશાન થતા, ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો આવ્યો વારો...
જેને લઇ તાલાળા તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવા રાજ્યના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી ને લખ્યો પત્ર..
કેસર કેરીના પાક નિષ્ફળ બાબતે અસંખ્ય રજૂઆત બાદ સરકારે કોઈપણ પગલાં ન લીધા હોવાની રાવ..
ગ્લોબલ વોર્મિંગ ના કારણે આ વર્ષે કેસર કેરીનું માત્ર 20 થી 25% જ ઉત્પાદન..
તેમાં પણ કમોસમી વરસાદ પડતા કેસર કેરી ખરી પડીછે
કેસર કેરીનું વર્ષમાં માત્ર એક જ વાર થાય છે ઉત્પાદન
જેને લઈને કેસર કેરી પકવતા ખેડૂત ને વર્ષ કેવી રીતે પસાર કરવું જેને લઈને ખેડૂતો મુકાયા ચિંતામાં..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ