વલસાડ, 20 મે (હિ.સ.)-વલસાડની સરકારી પોલીટેકનીક અને એસીપીડીસીના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ડિપ્લોમા ઈજનેરીમાં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સરકારી પોલીટેકનીકના સેમિનાર હોલમાં તા. 26/05/2025ના રોજ બપોરે 2 થી 3 વાગ્યા સુધી અને તા. 02/06/2025ના રોજ બપોરે 2 થી 3 વાગ્યા સુધી બે અલગ અલગ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધો. 10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજરી આપે એવુ સરકારી પોલીટેકનીકના આચાર્યશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે