સુરત જિલ્લામાં તા.17 મે થી 16 જૂન સુધી, વિશ્વ હાઇપરટેન્શન ડે નિમિતે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે
સુરત , 20 મે (હિ.સ.)-વિશ્વમાં પ્રતિવર્ષ 17 મે ના રોજ વર્લ્ડ હાઇપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે, જેનો હેતુ લોકોના હાઈબ્લડપ્રેશર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેનું સમયસર નિદાન તેમજ સારવારનું મહત્વ સમજાવવાનો છે. આપણે બધા હાઇપરટેન્શન શબ્દથી પરિચિત છીએ પ
સુરત જિલ્લામાં તા.17 મે થી 16 જૂન સુધી, વિશ્વ હાઇપરટેન્શન ડે નિમિતે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે


સુરત , 20 મે (હિ.સ.)-વિશ્વમાં પ્રતિવર્ષ 17 મે ના રોજ વર્લ્ડ હાઇપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે, જેનો હેતુ લોકોના હાઈબ્લડપ્રેશર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેનું સમયસર નિદાન તેમજ સારવારનું મહત્વ સમજાવવાનો છે. આપણે બધા હાઇપરટેન્શન શબ્દથી પરિચિત છીએ પરંતુ હાયપરટેન્શન વિશે ઊંડાણપૂર્વક જાણવું જરૂરી છે. હાયપરટેન્શન એટલે હાઈબ્લડપ્રેશરની સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ સામાન્ય બની ગઈ છે. ભારતભરમાં લાખો લોકો આ રોગોથી પીડાઈ રહ્યા છે, અને તે હૃદયરોગ, સ્ટ્રોક અને કિડની ફેલિયરનું કારણ બને છે. હાઇપરટેન્શનનું સમયસર નિદાન-સારવાર ન થાય તો ગંભીર પરિણામોની શક્યતા વધી જાય છે. યોગ્ય જીવનશૈલી વ્યવસ્થિત આહાર, વ્યાયામ અને નિયમિત ચકાસણી દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સુજીત પરમારના આયોજન અંતર્ગત જિલ્લાના તાલુકા આરોગ્ય કચેરીઓના અધિકારી/કર્મચારીઓ સાથે સંકલન કરી તમામ આયુષ્માન આરોગ્ય મંદિર તથા અન્ય આરોગ્ય કન્દ્રોમાં 17 મે ના રોજ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો જેવા કે સાયકલ રેલી, વોકેથોન, એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ, યોગા સેશન યોજાયા હતા, તેમજ તા. 16 જુન સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે.

સરકાર અને આરોગ્ય વિભાગ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે વિવિધ અભિયાન ચલાવી રહ્યા છે લોકોને વિનંતી છે કે, તેઓ નિયમિત રીતે બ્લડપ્રેશરની તપાસ કરાવે અને તંદુરસ્ત જીવન અપનાવે તે જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande