કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા, ત્રિદિવસીય નિવાસી યુવાગીતા કાર્યશાળા યોજાઈ
ગાંધીનગર, 20 મે (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ત્રિદિવસીય નિવાસી યુવાગીતા કાર્યશાળા યોજાઈ. ગીતાજીનું તેજોમય ધાવણ આજના યુવાનોને તેજસ્વી, પરાક્રમી, બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે - ઉર્વીશ પટેલ, યુવાગીતા પ્રબોધક. સર્વ વિ
યુવાગીતા કાર્યશાળા


યુવાગીતા કાર્યશાળા


યુવાગીતા કાર્યશાળા


યુવાગીતા કાર્યશાળા


ગાંધીનગર, 20 મે (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ત્રિદિવસીય નિવાસી યુવાગીતા કાર્યશાળા યોજાઈ.

ગીતાજીનું તેજોમય ધાવણ આજના યુવાનોને તેજસ્વી, પરાક્રમી, બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે - ઉર્વીશ પટેલ, યુવાગીતા પ્રબોધક.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંલગ્ન કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો માટે નિ:શુલ્ક ત્રિદિવસીય નિવાસી યુવાગીતા કાર્યશાળા બ્રહ્માણી મેમોરિયલ હોલ, સેક્ટર- 23, ગાંધીનગર ખાતે યોજાઇ, જેમાં રજાઓના માહોલ વચ્ચે પણ સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ 17 કૉલેજના 75 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં.

કાર્યશાળામાં તજ્જ્ઞ અને પ્રબોધક તરીકે ઊંઝાના કરલી ગામના વતની ઉર્વીશભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સાંપ્રત સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું તત્ત્વજ્ઞાન તેમના અંગત, પારિવારિક, વ્યવસાયિક, સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થઇ શકે છે, તે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયની સમજણ સાથે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ કાર્યશાળાના અંતે યુવાનોએ જ્ઞાન સંપાદનની સાથે કૃતિભક્તિના સંકલ્પ લઈને ગીતાજીના વિચારોને સમાજના અંતિમ માનવ સુધી કઈ રીતે લઈ જઈ શકાય તેની શીખ મેળવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અર્જુન રૂપી મનુષ્યનો એક જ જીવન નિર્ધોષ હોવો જોઈએ અને તે એટલે करिष्ये वचनं तव, માં ગીતાજીનું સ્તનપાન આજના મનુષ્યમાં નાચિકેત વૃતિ ઊભી કરે છે. ગીતાજીનું તેજોમય ધાવણ આજના યુવાનોને તેજસ્વી, પરાક્રમી, બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે અને એટલે જ તેના ગહન અધ્યયન માટે યુવાનોને આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યશાળામાં વિવિધ રમતો, વીડિયો પ્રેઝન્ટેશન, શ્લોક પઠન, સૂર્યનમસ્કાર, કુટુંબપ્રાર્થના, વિચારગોષ્ટિ જેવા ઉપક્રમ થકી રસપ્રદ રીતે, ગીતાજીના 18 અધ્યાયોનું જીવનમાં મહત્ત્વ સમજાવ્યું હતું અને છેલ્લે ગીતાજીની સમૂહ આરતી કરી ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી જ આ યુવાગીતા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમાપન સત્રમાં ઉમા આર્ટસ અને નાથીબા કૉમર્સ કૉલેજના આચાર્ય ડૉ. લલિતભાઈ પટેલ, યુવાગીતા પ્રબોધક ઉર્વીશ પટેલ, ગિરીશભાઈ શર્મા, સર્વ વિદ્યાલયના હૉસ્ટેલ કો-ઓર્ડિનેટર કુમાર પંડ્યા, તથા સર્વ નેતૃત્વના કો-ઓર્ડિનેટર પ્રા. ડૉ. ધર્મેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કાર્યશાળામાં સફળતાપૂર્વક ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્કૃષ્ટ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande