વલસાડ પાલિકા દ્વારા તા. 1 થી 30 જુન સુધી પ્રોપર્ટી ટેક્ષ ભરવા પર 10 ટકા વળતર અપાશે
વલસાડ, 20 મે (હિ.સ.)-વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં તા. 01/06/2025 થી તા. 30/06/2025 સુધી ફક્ત પ્રોપર્ટી ટેક્ષના 10 ટકા વળતર આપવામાં આવનાર છે. જેથી દરેક કરદાતાઓને લાભ લેવા વલસાડ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી દ્વારા અખબારી યાદ
વલસાડ પાલિકા દ્વારા તા. 1 થી 30 જુન સુધી પ્રોપર્ટી ટેક્ષ ભરવા પર 10 ટકા વળતર અપાશે


વલસાડ, 20 મે (હિ.સ.)-વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં તા. 01/06/2025 થી તા. 30/06/2025 સુધી ફક્ત પ્રોપર્ટી ટેક્ષના 10 ટકા વળતર આપવામાં આવનાર છે. જેથી દરેક કરદાતાઓને લાભ લેવા વલસાડ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. નોંધનીય છે કે, દરેક કરદાતાઓએ જુના વેરાબીલ અથવા જુની ટેક્ષની રસીદ લઈને વેરો ભરવા આવવાનું રહેશે. ગુગલ-પે, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી પણ વેરો ભરી શકાશે. ઓનલાઈન વેરો ભરવા માટે વેબસાઈટ WWW.ENAGAR.GUJARAT.GOV.IN પર જઈને પણ ઘર બેઠા વેરો ભરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande