ગુજરાત સામે છેલ્લા બોલે હાર બાદ, હાર્દિક પંડ્યાએ કહ્યું - નો બોલે અમને હરાવ્યા
મુંબઈ, નવી દિલ્હી, ૦7 મે (હિ.સ.) મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત મુકાબલામાં, ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો છેલ્લા બોલે, ત્રણ વિકેટથી પરાજય થયો. આ મેચ ઉતાર-ચઢાવથી ભરેલી હતી, પરંતુ અંતે
હાર્દિક


મુંબઈ, નવી દિલ્હી, ૦7 મે (હિ.સ.)

મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત મુકાબલામાં, ગુજરાત

ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો છેલ્લા બોલે, ત્રણ વિકેટથી પરાજય થયો. આ મેચ

ઉતાર-ચઢાવથી ભરેલી હતી, પરંતુ અંતે

કેપ્ટન હાર્દિક પંડ્યાનો 'નો બોલ' ચિંતાનું સૌથી

મોટું કારણ બન્યો.

હાર બાદ હાર્દિક પંડ્યાએ, નારાજગી વ્યક્ત કરી-

મેચ પછી હાર્દિકે કહ્યું, નો બોલે કેચ છોડવા કરતાં, વધુ નુકસાન કર્યું.

મારા દ્વારા ફેંકાયેલા બે નો બોલ અને દીપક ચહરના, છેલ્લી ઓવરમાં ફેંકાયેલા નો

બોલને હું 'ગુનો' માનું છું. આ

બાબતો ઘણીવાર ટીમને ભારે પડતી હતી અને અમારી સાથે પણ એવું જ થયું.

હાર્દિકે 8મી ઓવરમાં બે નો બોલ ફેંક્યા, જે 18 રનના ખર્ચવાળી ઓવરનો એક ભાગ હતો. તે જ સમયે, છેલ્લી ઓવરમાં 14 રન બચાવવાનો

પ્રયાસ કરી રહેલા દીપક ચહરએ પણ, મહત્વપૂર્ણ ક્ષણે નો બોલ ફેંક્યો.

કેચ નહીં, પણ નો બોલે રમત

બગાડી

હાર્દિકે સ્પષ્ટ કહ્યું કે,” કેચ છોડવો એ કોઈ મોટું કારણ

નહોતું. અમે અમારા કેચ લેવામાં ખૂબ જ ક્લિનિકલ હતા. કદાચ જો નો બોલ ન હોત તો

અમે જીતી ગયા હોત. પરંતુ હું ખેલાડીઓથી ખુશ છું કે, તેમણે 120% યોગદાન આપ્યું

અને અંત સુધી મેચમાં રહ્યા.

મુંબઈ બેટિંગમાં નિષ્ફળ ગયું, પણ બોલરોએ તેમને પાછા ફરવાની તક આપી

પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે, 155/8 રન બનાવ્યા. વિલ જેક્સે અડધી સદી

ફટકારી હતી પરંતુ ટીમે છેલ્લા 9.૩ ઓવરમાં માત્ર 58 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

હાર્દિકે કહ્યું, આ 15૦ રનની વિકેટ નહોતી. આ પીચ પર 175 રન બનવા

જોઈતા હતા. અમે બેટિંગમાં ૨૦-૩૦ રન પાછળ પડી ગયા. પરંતુ બોલરોએ શાનદાર વાપસી કરી, ખાસ કરીને ભીના

બોલ અને વારંવાર વરસાદને કારણે વિક્ષેપિત થતા મેચમાં પણ.

વરસાદે

મુશ્કેલીમાં વધારો કર્યો

હાર્દિકે એમ પણ કહ્યું કે,” બીજી ઇનિંગ દરમિયાન બોલ સતત

ભીનો થઈ રહ્યો હતો, જેના કારણે બોલરો માટે મુશ્કેલી ઊભી થઈ. પહેલી ઇનિંગમાં,

મેદાન સૂકું હતું, પણ બીજી ઇનિંગમાં

બોલ ભીનો થઈ ગયો. આ પરિસ્થિતિઓ અમારા પક્ષમાં નહોતી, પણ રમત ચાલુ રહેતી હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande