નવી દિલ્હી, ૦9 મે (હિ.સ.)
ભારતના સ્ટાર ભાલા ફેંકનાર અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપડા આ વર્ષે 24 જૂને ચેક
રિપબ્લિકના ઓસ્ટ્રાવા શહેરમાં યોજાનારી ગોલ્ડન સ્પાઇક 2025 એથ્લેટિક્સ
મીટમાં ભાગ લેશે. અગાઉ, તે ઈજાને કારણે 2023 અને 2024 ની
આવૃત્તિઓમાંથી ખસી ગયો હતો,
પરંતુ આ વખતે તે
ત્રીજી વખત પોતાનું નસીબ અજમાવશે.
બે વાર રમી શક્યો નહીં, હવે કોચના દેશમાં જોવા મળશે ગૌરવ
ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડા, છેલ્લા
બે વર્ષમાં આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા નથી, જોકે તેઓ 2024માં ખાસ મહેમાન
તરીકે ત્યાં હાજર રહેશે. આ વખતે આ મેચ ખાસ રહેશે કારણ કે, તે તેમના દિગ્ગજ કોચ અને
ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન જાન ઝેલેઝનીના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ઝેલેઝની પોતે પણ આ
ટુર્નામેન્ટના ડિરેક્ટર છે.
મને આ વર્ષે
ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક મીટમાં ભાગ લેવાની જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે. આ એક
ઐતિહાસિક સ્પર્ધા છે અને આ વખતે તે વધુ ખાસ રહેશે. મારા કોચ જાન ઝેલેઝની અહીં ઘણી
વખત જીતી ચૂક્યા છે અને હવે તે ટુર્નામેન્ટ ડિરેક્ટર પણ છે. નીરજે ગુરુવારે
એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.
ગોલ્ડન સ્પાઇક એ, વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ મીટનો એક ભાગ છે.
ગોલ્ડન સ્પાઇક મીટ 1961 થી યોજાઈ રહી છે અને તે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂર
ગોલ્ડ લેબલ સ્પર્ધા છે, જે ડાયમંડ લીગ
પછી વિશ્વની બીજી સૌથી મહત્વપૂર્ણ શ્રેણી માનવામાં આવે છે. આ વખતે નીરજનો મુકાબલો 2020 ઓલિમ્પિક સિલ્વર
મેડલ વિજેતા અને ચેક રિપબ્લિકના, યાકુબ વાડલેચ જેવા ટોચના ખેલાડીઓ સામે થશે.
આ પહેલા, નીરજ બે મોટી મેચોમાં પ્રવેશ કરશે
ગોલ્ડન સ્પાઇક પહેલા, નીરજ 16 મેના રોજ દોહા ડાયમંડ લીગ અને 24 મેના રોજ
બેંગલુરુમાં યોજાનારી પ્રથમ 'નીરજ ચોપડા ક્લાસિક'માં જોવા મળશે. તેણે દક્ષિણ કોરિયાના ગુમીમાં 27 થી 31 મે દરમિયાન
યોજાનારી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાંથી નામ પાછું ખેંચી લીધું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ