ગૃહ મંત્રાલયે, રાજ્યોને કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો
નવી દિલ્હી, 9 મે (હિ.સ.). ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) એ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને પત્ર લખ્યો છે. ગૃહ મંત્રાલયે, પત્રમાં મુખ્ય સચિવ અને વહીવટકર્તાઓન
ગૃહ મંત્રાલય


નવી દિલ્હી, 9 મે (હિ.સ.). ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) એ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને પત્ર લખ્યો છે.

ગૃહ મંત્રાલયે, પત્રમાં મુખ્ય સચિવ અને વહીવટકર્તાઓને યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂરી સાવચેતીનાં પગલાંના કાર્યક્ષમ અમલીકરણ માટે નાગરિક સંરક્ષણ નિયમો હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આના પર, ભારતીય સશસ્ત્ર દળોએ પીડિતોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવીને તેનો નાશ કર્યો. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને નિયંત્રણ રેખા પર વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેના કારણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande