જેપી નડ્ડાએ, તમામ આરોગ્ય કેન્દ્રો અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી
નવી દિલ્હી, ૦9 મે (હિ.સ.) ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, આજે રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ શુક્રવારે, દેશના તમામ આરોગ્ય કેન્દ્રો અને આરોગ્ય માળખા
નાદ્દા


નવી દિલ્હી, ૦9 મે (હિ.સ.)

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે,

આજે રાજધાની નવી

દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ

મંત્રી જેપી નડ્ડાએ શુક્રવારે, દેશના તમામ આરોગ્ય કેન્દ્રો અને આરોગ્ય માળખાગત

સુવિધાઓની સમીક્ષા કરી.

નિર્માણ ભવનમાં યોજાયેલી બેઠકમાં, આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ

અધિકારીઓએ આરોગ્ય સુવિધાઓ વિશે સંપૂર્ણ માહિતી આપી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” નિયંત્રણ કેન્દ્રથી સમગ્ર

પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે,” દેશની

હોસ્પિટલો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.”

ઉલ્લેખનીય છે કે, ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન

ગભરાયેલું છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને, ભારતના વિવિધ શહેરોમાં સતત ડ્રોન, મિસાઇલ અને હવાઈ

હુમલા કર્યા, પરંતુ ભારતે તેના

દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande