સુરત, 9 મે (હિ.સ.)-દેશની સરહદ પર પ્રવર્તમાન તણાવભરી પરિસ્થિતિ તેમજ દેશ-વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો દ્વારા દેશવિરોધી કૃત્યો થવાની સંભાવનાને ધ્યાને લેતા, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય એ હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ પ્રકારના ફટાકડા ફોડવા તથા તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ તા.15/05/2025 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે