ગીર, 9 મે (હિ.સ.) ગીર ગઢડા તાલુકાના ગીર જંગલમાં જામવાળા ખાતે ફરી વરસાદ શરૂ થયો...છેલ્લા ચાર દિવસથી બપોર બાદ આ વિસ્તારમાં સતત પડી રહ્યો છે, આ કમોસમી વરસાદ. વરસાદને લઈને ઝાડ ઉપર રહેલ કેસર કેરી ને પણ ભારે નૂકશાન, સાથે અન્ય ઉનાળુ પાકોમાં પણ નુકસાન જોવા મળી રહી છે મૂંગા પશુઓના ઘાસચારામાં પણ નુકસાન થયું છે. બાગાયતી ખેડૂતોને ભારે નુકશાન થતા ખેડૂત ચિંતા તૂર બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ