ગોધરા, ૯મે (હિ. સ.) પંચમહાલ જિલ્લા પુરવઠા કચેરી ખાતે જિલ્લાના પેટ્રોલપંપ સંચાલકો સાથે બેઠક યોજાઇ
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા પેટ્રોલપંપ સંચાલકોને જરૂરી સૂચનો અપાયા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલપંપના સંચાલકોની જિલ્લા પુરવઠા કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એ પટ્રોલપંપ સંચાલકોને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુ હેઠળની પેટ્રોલીય પેદાશોનો પુરતો જથ્થો જળવાઈ રહે તથા તેની સુરક્ષાને અનુલક્ષીને સરકાર ની જરૂરી સૂચનાઓનું પાલન કરવા તેમજ જિલ્લા સ્તરેથી પેટ્રોલ ડીઝલના ઉપલબ્ધ જથ્થાની સ્થિતિનું કાયમી મોનીટરીંગ કરવાની સુચના આપવામાં આવી છે.
બેઠકમાં ઉપસ્થિત તમામ પેટ્રોલપંપ સંચાલકો દ્વારા પેટ્રોલ ડીઝલનો જરૂરી જથ્થો જાળવી રાખવા, તેનું સતત નિરીક્ષણ કરવા અને સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું પાલન કરવાની બાંહેધરી આપવામાં આવી છે. આ બેઠકમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓના પેટ્રોલપંપ સંચાલકો તથા જિલ્લા નોડલ અધિકારી (OMC) હાજર રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ