ગાંધીનગર, 9 મે (હિ.સ.)-પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે.ત્યારે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન સાથે ગુજરાતમાં ડ્રોન હુમલો કર્યો છે. મધરાતે કચ્છ સરહદે પાકિસ્તાનનો ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો છે. ભારતીય સેનાએ 3 ડ્રોન તોડીને હુમલો નાકામ કર્યો છે. સરહદી વિસ્તારના ગામોમાં બ્લેઆઉટ કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત 18 જિલ્લામાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.
માછીમારોની સુરક્ષાને લઈ રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોના માછીમારોને પરત બોલાવાયા છે. આગામી આદેશ સુધી માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. સોમનાથ, અંબાજી, દ્વારકાના મંદિરોની સુરક્ષા વધારાઈ છે. રાજ્યની સુરક્ષાને લઈ ગૃહરાજ્યપ્રધાને બેઠક યોજી હતી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ સાથે બેઠક કરી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે