પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલે બોર્ડ પરીક્ષામાં નોંધપાત્ર સફળતા મેળવી
પાટણ, 9 મે (હિ.સ.)પાટણની પ્રતિષ્ઠિત શેઠ એમ.એન. હાઈસ્કૂલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 60% જેટલું સારું પરિણામ નોંધાવ્યું છે. શાળાના ચાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. વિદ્યાર્થી હાર્વી સિમૂલકુમાર પટેલે 98.10 PR સા
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલે બોર્ડ પરીક્ષામાં નોંધપાત્ર સફળતા મેળવી


પાટણ, 9 મે (હિ.સ.)પાટણની પ્રતિષ્ઠિત શેઠ એમ.એન. હાઈસ્કૂલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 60% જેટલું સારું પરિણામ નોંધાવ્યું છે. શાળાના ચાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે.

વિદ્યાર્થી હાર્વી સિમૂલકુમાર પટેલે 98.10 PR સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે તીર્થ ધર્મેન્દ્રકુમાર મોચી 97.64 PR સાથે બીજા ક્રમે અને ધાર્મિક નરેશકુમાર પ્રજાપતિ 97.14 PR સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળા પાટણની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થા છે, જે શિક્ષણ અને નિષ્ઠાપૂર્વક શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી છે. શાળાના પ્રમુખ ડૉ. જે.કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande