પાટણમાં 11 વર્ષની બાળકી સાથે જાતીય સતામણીના કેસમાં સિક્યુરિટી ગાર્ડને કેદ અને દંડની સજા
પાટણ, 9 મે (હિ.સ.)પાટણની એક સોસાયટીમાં 11 વર્ષની બાળકી સાથે જાતીય સતામણીના ગુનામાં સિક્યુરિટી ગાર્ડ રામદેવભાઈ ઉર્ફે રામભાઈ મફતલાલ પંચાલ (ઉમર 50)ને દોષિત ઠેરવવામાં આવ્યો છે. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સુનિલ એમ. ટાંકે આરોપી સામે પોક્સો એક
પાટણમાં 11 વર્ષની બાળકી સાથે જાતીય સતામણીના કેસમાં સિક્યુરિટી ગાર્ડને કેદ અને દંડની સજા


પાટણ, 9 મે (હિ.સ.)પાટણની એક સોસાયટીમાં 11 વર્ષની બાળકી સાથે જાતીય સતામણીના ગુનામાં સિક્યુરિટી ગાર્ડ રામદેવભાઈ ઉર્ફે રામભાઈ મફતલાલ પંચાલ (ઉમર 50)ને દોષિત ઠેરવવામાં આવ્યો છે. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સુનિલ એમ. ટાંકે આરોપી સામે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ કડક સજા ફટકારી છે.

કોર્ટના ચુકાદા મુજબ, કલમ 9(એમ) અને 10 હેઠળ આરોપીને 5 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયા દંડની સજા અપાઈ છે. કલમ 7 અને 8 હેઠળ 3 વર્ષની કેદ અને 20,000નો દંડ તથા કલમ 11(vi), 12 અને 18 હેઠળ 3-3 વર્ષની કેદ અને 5,000-5,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 6-6 મહિના સુધી કેદ થશે. આ ઉપરાંત, પીડિત બાળકીને રૂ. 50,000 વળતર ચુકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે.

22 પાનાના ચુકાદામાં સ્પષ્ટ કરાયું છે કે બનાવ સમયે પીડિતા 12 વર્ષથી નાની હતી અને આરોપીએ તેને વારંવાર પોતાની પાસે બોલાવીને શારીરિક અડપલાં કર્યા અને જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો. સરકારી વકીલ જીતેન્દ્ર જે. બારોટે કેસમાં કાયદેસર રજૂઆત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande